રામ મંદિર ચઢાવા ચોરી: ટેન્ડર વિના ખાનગી એજન્સીને રોકડ ગણવાની જવાબદારી સોંપાઈ
રામ મંદિર ચઢાવા ચોરી: ટેન્ડર વિના ખાનગી એજન્સીને રોકડ ગણવાની જવાબદારી સોંપાઈ
Published on: 08th July, 2026

અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાના નાણાંમાં થયેલી કથિત ગડબડની તપાસમાં હવે ભારતીય સ્ટેટ બેંક (SBI)ની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. દાનની રકમ ગણવાની જવાબદારી કોઈ પણ કાનૂની ટેન્ડર પ્રક્રિયા વિના જ 'સૈનિક સિક્યોરિટી સર્વિસીસ' નામની ખાનગી એજન્સીને સોંપાઈ હતી. આ એજન્સી સુરક્ષા અને હાઉસકીપિંગ જેવી સેવાઓ પૂરી પાડે છે, પરંતુ તેને રોકડ ગણવા જેવી અત્યંત સંવેદનશીલ કામગીરી સોંપાતા વિવાદ સર્જાયો છે. Standard Operating Procedure (SOP) ના પાલન પર પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.