મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં કચરાનો પહાડ ધરાશાયી
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં કચરાનો પહાડ ધરાશાયી
Published on: 08th July, 2026

મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં કચરાનો વિશાળ ઢગલો ત્રણ માળની ઈમારત પર ધરાશાયી થયો. આ ઘટનામાં અંદાજે 16 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. મોશી વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનામાં, પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC) માટે વેસ્ટ પ્રોસેસિંગ કરતી કંપનીની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ દબાઈ ગઈ. સતત ભારે વરસાદને કારણે કચરાનો ઢગલો ઢીલો પડી સરકી ગયો હતો. NDRF, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી મેડિકલ સર્વિસિસની ટીમો યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.