ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય: 16 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય: 16 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Published on: 04th June, 2026

ગુજરાત રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી સાત દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાતના અરવલ્લી, મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જેના કારણે ગરમીનો પારો ઘટશે.