એશિયન ગેમ્સમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ થવાની કેટલી શક્યતા?
એશિયન ગેમ્સમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ થવાની કેટલી શક્યતા?
Published on: 13th August, 2026

જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચના સમીકરણ રસપ્રદ બન્યા છે. બંને ટીમો ક્વાર્ટર ફાઇનલમાં અલગ-અલગ હોવાથી, શરૂઆતના તબક્કામાં તેમનો મુકાબલો થશે નહીં. ફેન્સને સંભવિત મહામુકાબલા માટે નોકઆઉટ સ્ટેજ સુધી રાહ જોવી પડશે. પુરુષોની સ્પર્ધા 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જેમાં ક્રિકેટ મેચો 17 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન રમાશે. જો બંને ટીમો પોતપોતાની મેચ જીતી જશે, તો તેમની વચ્ચે ફાઇનલ કે બ્રોન્ઝ-મેડલ પ્લે-ઓફમાં જ ટક્કર થઈ શકે છે.