બનાસકાંઠામાં ફૂડ સેફ્ટી વિભાગનો મોટો દંડ
બનાસકાંઠામાં ફૂડ સેફ્ટી વિભાગનો મોટો દંડ
Published on: 03rd September, 2026

બનાસકાંઠા જિલ્લામાં ફૂડ સેફ્ટી નિયમોના ઉલ્લંઘન બદલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. લેબોરેટરીમાં નાપાસ થયેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલના 14 કેસોમાં અધિક કલેક્ટરની કોર્ટ દ્વારા કુલ રૂ. 54 લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. પાલનપુર, ડીસા અને અંબાજીની પેઢીઓ સામે આ કાર્યવાહી કરાઈ છે. આ નિર્ણયથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર દ્વારા શુદ્ધ આહાર સુનિશ્ચિત કરવા માટે આવી ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.