કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રએ રોંગસાઇડ કાર ચલાવી અકસ્માત કર્યો
કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રએ રોંગસાઇડ કાર ચલાવી અકસ્માત કર્યો
Published on: 03rd September, 2026

અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લગંડાનો પૌત્ર આદિત્ય રાઠોડ ફરી ચર્ચામાં આવ્યો છે. તેણે સીજી રોડના ગીરીશ કોલ્ડડ્રિંક ચાર રસ્તા પર વૈભવી કારને રોંગસાઇડમાં પુરઝડપે ચલાવી સ્ટંટ કર્યો અને અકસ્માત સર્જ્યો. બાદમાં કારચાલકને ઠપકો આપનાર વ્યક્તિ સાથે મારામારી કરી. નવરંગપુરા પોલીસે ગુનો નોંધી કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આદિત્ય અગાઉ પણ મારામારી અને હથિયાર સાથે રીલ્સ બનાવવાના વિવાદમાં સામેલ રહી ચૂક્યો છે.