જામનગરના લાલપુરના ચાંદીગઢ પાસેથી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
જામનગરના લાલપુરના ચાંદીગઢ પાસેથી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
Published on: 19th September, 2026

લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામની નદીકાંઠે આવેલા મેલડી માતાના મંદિર પાસે, ખુલ્લા મેદાનમાં લીમડાના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને લાલપુર પોલીસે દબોચી લીધા હતા. ગત 18 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 25,260 ની રોકડ અને ગંજીપત્તા કબજે કર્યા હતા. આ સંબંધે લાલપુર પોલીસ મથકે સાતેય શખ્સો સામે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.