ભારત સામેની ODI સિરીઝ માટે ન્યૂઝીલેન્ડે ટીમ જાહેર કરી
ભારત સામેની ODI સિરીઝ માટે ન્યૂઝીલેન્ડે ટીમ જાહેર કરી
Published on: 11th October, 2026

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4 નવેમ્બરથી પાંચ મેચની વનડે સિરીઝ રમાશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC) એ મિચેલ સેન્ટનરના નેતૃત્વમાં પ્રથમ ત્રણ મેચ માટે 14 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે, જેમાં રચિન રવીન્દ્રની વાપસી થઈ છે. છેલ્લી બે મેચો માટે ફિન એલન અને ટિમ સીફર્ટ જેવા આક્રમક બેટર્સને તક આપવામાં આવી છે. કોચ રોબ વૉલ્ટરે જણાવ્યું કે ભારત સામે રમવું વર્લ્ડ કપની તૈયારી માટે મહત્વપૂર્ણ છે અને વધારાના ખેલાડીઓને તક આપવાથી ટીમની ક્ષમતા ચકાસી શકાશે.