હાર્દિક પંડ્યા: "પિતાના બિઝનેસ નુકસાન બાદ શાળા છોડી, મેગી ખાઈને દિવસો કાઢ્યા"
હાર્દિક પંડ્યા: "પિતાના બિઝનેસ નુકસાન બાદ શાળા છોડી, મેગી ખાઈને દિવસો કાઢ્યા"
Published on: 11th October, 2026

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે તેની સંઘર્ષપૂર્ણ સફર ચર્ચામાં છે. સુરતમાં પિતાના કાર ફાઇનાન્સ બિઝનેસમાં ભારે નુકસાન થતાં પરિવાર વડોદરા સ્થળાંતર થયો હતો. આર્થિક તંગીના કારણે હાર્દિકને શાળા છોડવી પડી અને ક્રિકેટ કીટ પણ ઉધાર લેવી પડી. સંસાધનોની અછત હોવા છતાં, તેણે સખત મહેનત કરી IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે કરાર કર્યો, જે તેના નસીબનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. આજે તેની નેટવર્થ ₹95-120 કરોડની વચ્ચે છે અને તે અનેક મોટી બ્રાન્ડ્સ સાથે જોડાયેલો છે.