ખંભાતના કબડ્ડી ખેલાડી સંજય ઠાકોરે ઇંગ્લેન્ડમાં ગુજરાતનું નામ રોશન કર્યું
ખંભાતના કબડ્ડી ખેલાડી સંજય ઠાકોરે ઇંગ્લેન્ડમાં ગુજરાતનું નામ રોશન કર્યું
Published on: 19th September, 2026

રમત ગમતની કોઈ સીમા હોતી નથી, પ્રતિભા હોય તો ખેલાડી દેશ-વિદેશમાં આગવી ઓળખ ઊભી કરી શકે છે. ખંભાત તાલુકાના જલુધ ગામના વતની સંજય ઠાકોરે આ વાત સાચી ઠેરવી છે. ઇંગ્લેન્ડ ખાતે યોજાયેલી England National Kabaddi Championshipમાં Luton Bengal Tiger ટીમે ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો. આ વિજયમાં સંજય ઠાકોરે વાઈસ કેપ્ટન તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી. ગુજરાતના કોડીનારના કુલદીપસિંહ વાળા કેપ્ટન હતા. આ સિદ્ધિથી ખંભાત સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી પ્રસરી છે.