IPL મેચમાં દુર્ઘટના, દિલ્હીનો સ્ટાર બોલર એન્ગિડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત
IPL મેચમાં દુર્ઘટના, દિલ્હીનો સ્ટાર બોલર એન્ગિડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Published on: 25th April, 2026

નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે (શનિવાર, 25 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન એક દુર્ઘટના બની છે. દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર લુન્ગી એન્ગિડીને ગંભીર ઈજા પહોંચી છે. તેને ઈજા પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવાયો છે. આ ઘટના પંજાબ કિંગ્સની ઇનિંગની શરૂઆતમાં બની હતી, જ્યારે કેચ પકડવા જતા સમયે ભયાનક રીતે નીચે પડકાયો હતો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે તે તેઓ મેદાન પર જ પડી રહ્યો હતો.