વડોદરા કોર્પોરેશન દ્વારા 45 વોકીટોકી ભાડે લેવાની યોજનામાં વિવાદ
વડોદરા કોર્પોરેશન દ્વારા 45 વોકીટોકી ભાડે લેવાની યોજનામાં વિવાદ
Published on: 02nd September, 2026

વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફ વચ્ચે ઝડપી સંપર્ક માટે 45 વોકીટોકી છ મહિના માટે ભાડે લેવાયા છે. જીપીએમસી એક્ટની કલમ 67(3)સી હેઠળ કોન્ટ્રાક્ટર આર્યા ઓમ્નીટોક વાયરલેસ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડને વર્ક ઓર્ડર અપાયો છે. દરેક વોકીટોકીનું માસિક ભાડું GST સહિત રૂ.1,770 નક્કી કરાયું છે, જે કુલ રૂ.4,77,900 થશે. ભવિષ્યમાં વધુ વોકીટોકીની જરૂરિયાત ઊભી થાય તો આ જ કોન્ટ્રાક્ટર પાસેથી ભાડે લેવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.