વડોદરા પાલિકાએ ડ્રેનેજ સમારકામમાં અંદાજ કરતાં વધુ ભાવે કોન્ટ્રાક્ટ આપ્યા!
વડોદરા પાલિકાએ ડ્રેનેજ સમારકામમાં અંદાજ કરતાં વધુ ભાવે કોન્ટ્રાક્ટ આપ્યા!
Published on: 02nd September, 2026

વડોદરા મહાનગર પાલિકામાં જીપીએમસી એક્ટની કલમ 67(3)સી હેઠળ ઈમરજન્સી કામગીરીના નામે ડ્રેનેજ લાઈનના સમારકામના કોન્ટ્રાક્ટો વિવાદમાં આવ્યા છે. વિવિધ વોર્ડમાં ગેટ વાલ્વ તૂટવા, ડ્રેનેજ લાઈન ભંગાણ અને પ્રેશર લાઈન લીકેજ જેવી કામગીરી માટે અંદાજિત રકમ કરતાં 25થી 29 ટકા વધુ ભાવે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. આ વધારાના ખર્ચની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ થશે. આ ચાર કામગીરીમાં કુલ અંદાજ રૂ.16.83 લાખ હતો, જેની સામે રૂ.21.28 લાખ ચૂકવવાની સંમતિ અપાઈ.