વડોદરામાં બે સ્થળે પાણીની લાઈનમાં ભંગાણ
વડોદરામાં બે સ્થળે પાણીની લાઈનમાં ભંગાણ
Published on: 02nd September, 2026

છેલ્લા કેટલાક કલાકોમાં વડોદરા શહેરમાં બે અલગ અલગ સ્થળોએ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પીવાનું પાણી રોડ પર વહી ગયું. ભાયલી વિસ્તારમાં કેનાલ રોડ અને ડી-માર્ટને જોડતા રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી પાણી વહી રહ્યું છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડે છે. ગોત્રી હરીનગર ખાતે પણ આવી જ સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોએ તંત્રની બેદરકારી અને સ્માર્ટ સિટીના દાવાઓ પર સવાલો ઉઠાવ્યા છે, તેમજ પ્રજાના પૈસાના વેડફાટ સામે અવાજ ઉઠાવવા અપીલ કરી છે.