ગૂગલના ટોચના AI વૈજ્ઞાનિકનું રાજીનામું
ગૂગલના ટોચના AI વૈજ્ઞાનિકનું રાજીનામું
Published on: 15th September, 2026

ટેક જગતમાં Artificial Intelligence (AI) ના અનિયંત્રિત વિકાસ અંગે ભય વધી રહ્યો છે. ગૂગલ ડીપમાઇન્ડના AGI Safety ટીમના અગ્રણી રિસર્ચર Josh Engels એ રાજીનામું આપી દીધું છે. તેમણે OpenAI અને Anthropic ની મોટી ઓફરો પણ ફગાવી દીધી છે. Josh Engels એ જણાવ્યું કે આગામી 5 વર્ષમાં AI સિસ્ટમ્સ માનવજાતને અકલ્પનીય નુકસાન પહોંચાડી શકે છે. તેમણે AI વિકાસની ગતિ ધીમી કરવાની અને સુરક્ષા સંશોધનને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમની નવી સંસ્થા METR AI ની સુરક્ષા ખામીઓનું વિશ્લેષણ કરશે.