AI હવે કરશે હેરકટ, હેરડ્રેસર ની નોકરી પર ખતરો
AI હવે કરશે હેરકટ, હેરડ્રેસર ની નોકરી પર ખતરો
Published on: 15th September, 2026

AI અને ઓટોમેશનના કારણે હવે માત્ર વ્હાઇટ-કોલર જ નહીં, પણ શારીરિક કૌશલ્યવાળી નોકરીઓ પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. RPG એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોયેન્કા દ્વારા શેર કરાયેલા વાયરલ વીડિયોમાં AI સિસ્ટમ ભારતીય હેરડ્રેસરની હિલચાલ પર નજર રાખી રહી છે. અગાઉ માનવામાં આવતું હતું કે પ્લમ્બર, દરજી અને હેરડ્રેસર જેવા વ્યવસાયો સુરક્ષિત રહેશે, પણ હવે AI હેરકટિંગ જેવી કુશળતાનું પણ અનુકરણ શીખી રહ્યું છે. જોકે, નિષ્ણાતો માને છે કે તાત્કાલિક નોકરીઓ છીનવાઈ જશે નહીં, પરંતુ AI ભવિષ્યમાં વ્યાવસાયિકોને સહાયક તરીકે ઉપયોગી થઈ શકે છે.