વડોદરાના વારસિયામાં વિરાટ હિંદુ સંમેલન.
વડોદરાના વારસિયામાં વિરાટ હિંદુ સંમેલન.
Published on: 30th March, 2026

વડોદરાના વારસિયામાં હિંદુ સંમેલન સમિતિ દ્વારા વિરાટ હિંદુ સંમેલન યોજાયું. RSS શતાબ્દી વર્ષ નિમિત્તે સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ, હિંદુ સમાજમાં એકતા સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય હતો. હરિસેવા સ્કૂલ નજીક મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા. વક્તાઓએ રાષ્ટ્રભક્તિ, સામાજિક એકતા અને સનાતન સંસ્કૃતિ અંગે માર્ગદર્શન આપ્યું. સંસ્કારમૂલ્ય જીવનશૈલી અને સંસ્કૃતિની જાળવણી જેવા મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો. આ સંમેલનમાં જીતુ હિરાણી એન્ડ ટીમ દ્વારા બાળકોની વિશેષ રજૂઆત કરવામાં આવી.