ગુજરાતની સૌથી નાની ગણપતિ પ્રતિમા
ગુજરાતની સૌથી નાની ગણપતિ પ્રતિમા
Published on: 07th September, 2026

વડોદરાના ગણેશ ભક્ત હિતેશભાઈ પટેલે મુંબઈથી માત્ર 1 ઇંચની માટીની ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા લાવી પોતાના નિવાસસ્થાને સ્થાપિત કરી છે. આ નાનકડી મૂર્તિનું વાજતે-ગાજતે સ્વાગત કરાયું, જેમાં સ્થાનિક અગ્રણીઓ અને ભક્તો જોડાયા. મુંબઈના લાલબાગના રાજા ખાતે 10 વર્ષથી એક ભક્તના ઘરે થતા આવા પૂજનથી પ્રેરિત થઈ, તેમણે આ વર્ષે પોતાના ઘરમાં આવી અતિ સૂક્ષ્મ પ્રતિમા સ્થાપવાનો સંકલ્પ કર્યો. કારીગરને 6 મહિનાની મહેનત બાદ આ ઝીણવટભરી મૂર્તિ તૈયાર કરી. આ પહેલ પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપે છે.