ઉજ્જૈનના રાજા મહાકાલની ઉત્પત્તિ, દૂષણ પર વિજય અને 500 વર્ષ પછી મંદિરનું પુનર્નિર્માણ
ઉજ્જૈનના રાજા મહાકાલની ઉત્પત્તિ, દૂષણ પર વિજય અને 500 વર્ષ પછી મંદિરનું પુનર્નિર્માણ
Published on: 07th September, 2026

12 જ્યોતિર્લિંગોમાં ભગવાન મહાકાલેશ્વરનું અગ્રણી સ્થાન છે, જે ઉજ્જૈનના મુખ્ય શિવધામ તરીકે પૂજાય છે. પૌરાણિક કથા અનુસાર, ભયાનક દૈત્ય દૂષણના અત્યાચારથી ભક્તોને બચાવવા ભગવાન શિવ મહાકાલ સ્વરૂપે પ્રગટ થયા અને દૂષણનો વધ કર્યો. આ ઘટના બાદ તેઓ જ્યોતિર્લિંગ રૂપે અહીં બિરાજમાન થયા. સમય જતાં, લગભગ 500 વર્ષ પહેલાં રાણોજી સિંધિયા દ્વારા મહાકાલ મંદિરનું પુનર્નિર્માણ કરાવવામાં આવ્યું, જે ઉજ્જૈનના ધાર્મિક ઇતિહાસ અને શ્રદ્ધાનું પ્રતિક છે.