દિલ્હીમાં બિલ્ડિંગ કોલેપ્સની એક વર્ષમાં 6 દુર્ઘટના
દિલ્હીમાં બિલ્ડિંગ કોલેપ્સની એક વર્ષમાં 6 દુર્ઘટના
Published on: 07th September, 2026

દિલ્હીમાં ઇમારતો ધરાશાયી થવાનો ભયાવહ સિલસિલો ચાલુ છે. વહીવટીતંત્રની બેદરકારી અને ગેરકાયદેસર બાંધકામોને કારણે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં 6 મોટા અકસ્માતોમાં 35 લોકોના મોત થયા છે. સત્ય નિકેતન વિસ્તારમાં 30 વર્ષ જૂની PG બિલ્ડિંગ ધરાશાયી થતાં 6 લોકો મૃત્યુ પામ્યા, જેમાં ગેરકાયદેસર માળ ઉમેરાયા હતા. અગાઉ રોહિણી, સાકેત, વેલકમ, પહાડગંજ અને મુસ્તફાબાદમાં પણ આવા જ અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.