36000 ફૂટની ઊંચાઈએ વિમાનનું ઈંધણ ખૂટ્યું!
36000 ફૂટની ઊંચાઈએ વિમાનનું ઈંધણ ખૂટ્યું!
Published on: 07th September, 2026

કોચ્ચિથી અબુધાબી જતી Air India Expressની ફ્લાઇટ IX 415માં 36000 ફૂટની ઊંચાઈએ એક એન્જિનમાં ઇંધણનું સ્તર ઘટવા લાગ્યું. ખતરો પારખી ક્રૂએ તાત્કાલિક વિમાનને કોચ્ચિ એરપોર્ટ પર સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. આ સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી, તમામ મુસાફરો સલામત છે. એન્જિન 1 માં ઇંધણ પ્રેશર ઘટતાં સપ્લાય બંધ કરાયો. ટેકનિકલ ખામીની તપાસ ચાલી રહી છે.