'સર' કામગીરીએ ૩૫ વર્ષ બાદ હરિયાણામાં છૂટા પડેલા ભાઈઓને ફરી ભેગા કર્યા
'સર' કામગીરીએ ૩૫ વર્ષ બાદ હરિયાણામાં છૂટા પડેલા ભાઈઓને ફરી ભેગા કર્યા
Published on: 07th September, 2026

હરિયાણાના જિન્દ જિલ્લામાં ૩૫ વર્ષ અગાઉ કુટુંબ છોડીને ગયેલો ભાઈ, પંજાબમાં ચાલી રહેલી મતદાર-યાદીની 'સર'(સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન) ની કામગીરીને કારણે પોતાના વતનમાં પાછો ફરતા પરિવાર સાથે પુનર્મિલન થયું. અમૃતસરના સીતારામ (૫૫) 'સર' કામગીરી માટે જરૂરી શાળા છોડયાનું પ્રમાણપત્ર મેળવવા જિન્દની શાળામાં પહોંચ્યા. ત્યાં મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારી રમેશકુમારે તેમની વિગતો મેળવી અને ગામના બૂથ લેવલ અધિકારી ક્રિષ્ણકુમારને જાણ કરી. ક્રિષ્ણકુમાર, સીતારામના ભાઈ દલબીરના પરિચિત હોવાથી, દલબીરને શાળાએ બોલાવ્યા. બંને ભાઈઓની ભાવુક મુલાકાત થઈ.