પંચમહાલના જાંબુઘોડાના રણછોડજી મંદિરે ભવ્ય હિંડોળા ઉત્સવ
પંચમહાલના જાંબુઘોડાના રણછોડજી મંદિરે ભવ્ય હિંડોળા ઉત્સવ
Published on: 26th August, 2026

પંચમહાલના જાંબુઘોડા ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રણછોડજી મંદિરમાં ભવ્ય હિંડોળા ઉત્સવ ઉજવાયો. સરપંચ જીતકુમાર દેસાઈ અને મયંકકુમાર દેસાઈના પરિવાર દ્વારા આયોજિત આ ઉત્સવમાં ભગવાન શ્રી રણછોડરાયજીને પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ ફૂલો અને રંગબેરંગી રોશનીથી સુશોભિત હિંડોળામાં બિરાજમાન કરાયા હતા. ભક્તોએ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી. ઉત્સવ દરમિયાન મહાપ્રસાદ અને ભજન-કીર્તનની વ્યવસ્થા કરાઈ હતી, જેણે મંદિર પરિસરને ભક્તિમય બનાવી દીધું.