૧૭૯૬ના વિનંતીપત્રમાં નરસિંહજીની પોળના દાદા પાર્શ્વનાથ દેરાસરનું સચિત્ર વર્ણન
૧૭૯૬ના વિનંતીપત્રમાં નરસિંહજીની પોળના દાદા પાર્શ્વનાથ દેરાસરનું સચિત્ર વર્ણન
Published on: 08th September, 2026

આવતીકાલથી શરૂ થતાં પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે, વડોદરાના એમજી રોડ પર આવેલું નરસિંહજીની પોળનું ભગવાન શ્રી દાદા પાર્શ્વનાથનું દેરાસર, જે વડોદરાના સૌથી જૂના જૈન ધર્મસ્થળોમાંનું એક છે, તે ચર્ચામાં આવ્યું છે. ૧૭૯૬માં પૂજ્ય શ્રી ઉદયસાગરસૂરિજી મહારાજને વડોદરા પધારવા માટે જૈન સંઘ દ્વારા લખાયેલા એક વિજ્ઞાપ્તિપત્રના પાંચ ફોટોગ્રાફ્સ ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં સચવાયેલા છે. આ વિનંતીપત્રમાં ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ, દેરાસર, આસપાસના વિસ્તારો અને વડોદરા શહેરનું સચિત્ર વર્ણન છે. લગભગ ૪૫૦ વર્ષ પહેલાં ભૂતડીઝાંપા મેદાનમાંથી મળેલી ૫૫૦૦ વર્ષ જૂની ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ આ દેરાસરમાં બિરાજમાન છે.