વેસુ જૈન સંઘમાં 225 તપસ્વીઓના 45 દિવસના સિદ્ધતપના પારણા
વેસુ જૈન સંઘમાં 225 તપસ્વીઓના 45 દિવસના સિદ્ધતપના પારણા
Published on: 18th September, 2026

સુરતમાં વેસુ જૈન સંઘ ખાતે 225થી વધુ તપસ્વીઓએ 45 દિવસીય સિદ્ધતપ મહોત્સવ સંપન્ન કર્યો, જેમાં 10,000 જેટલા જૈન સમુદાયના લોકો જોડાયા. આચાર્ય હર્ષિલસેન સુરીશ્વરજી અને આચાર્ય મહાસેનનસુરીસ્વરજીની નિશ્રા હેઠળ આયોજિત આ સામૂહિક પારણા કાર્યક્રમમાં વિવિધ વયજૂથના આરાધકોએ ભાગ લીધો હતો. 9 વર્ષના બાળકોથી લઈને 83 વર્ષના વડીલો સુધી સૌએ આ તપશ્ચર્યા પૂર્ણ કરી. આ પ્રસંગે અનેક વડીલ આચાર્યો, મુનિઓ અને સાધ્વીજીઓએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા.