ભરૂચ: અછાલીયા મહાલક્ષ્મી મંદિરનો પાટોત્સવ ઉજવાયો
ભરૂચ: અછાલીયા મહાલક્ષ્મી મંદિરનો પાટોત્સવ ઉજવાયો
Published on: 18th May, 2026

ઝઘડીયા તાલુકાના અછાલીયા ગામમાં રાવ પરિવારની કૂળદેવી મહાલક્ષ્મી માતાના મંદિરના પાટોત્સવની ઉજવણી અવસરે નવચંડી યાગ સંપન્ન થયો. મુખ્ય યજમાન નરપતભાઇ રાવ પરિવારના હસ્તે પ્રતિમા શૃંગાર, નૂતન ધ્વજારોહણ અને વેદોક્ત વિધિસર યજ્ઞ પ્રારંભ કરાયો. મોટી સંખ્યામાં ભક્તિપ્રિય જનતાએ આરતી, ધૂન, સ્તુતિગાન અને દર્શન કરી મહાપ્રસાદ ગ્રહણ કર્યો.