Bharuch: જૂના તવરા ગામે પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો
Bharuch: જૂના તવરા ગામે પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો
Published on: 18th May, 2026

ભરૂચ : ભરૂચ તાલુકાના નર્મદા નદીના પવિત્ર તટ પર આવેલ જૂના તવરા ગામે શ્રી સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના પાંચમા પાટોત્સવની શ્રાદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ધાર્મિક આયોજન ગોહિલ રાજપૂત પરિવારના અગ્રણી પ્રવિણસિંહ પ્રભાતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. નવચંડી યજ્ઞ યોજાયો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભગવાન શ્રી સત્યનારાયણ અને ગંગા ભવાની માતાજીની મહાઆરતી ઉતારાઇ આવી હતી.