જામનગરના બે કૃત્રિમ કુંડમાં ગણેશજીની 447 મૂર્તિઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન સંપન્ન
જામનગરના બે કૃત્રિમ કુંડમાં ગણેશજીની 447 મૂર્તિઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન સંપન્ન
Published on: 18th September, 2026

જામનગરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે મહાપાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ વિસર્જન કુંડમાં ગુરૂવાર સાંજ સુધીમાં 51 મૂર્તિઓ સહિત કુલ 447 ગણેશજીની મૂર્તિઓનું ભાવિકો અને મંડળો દ્વારા ભક્તિભાવપૂર્વક વિસર્જન કરાયું છે. શહેરના ખંભાળિયા બાયપાસ પાસેના કુંડ-1 માં 362 મૂર્તિઓ અને રણજીતસાગર રોડ (સરદાર રિવેરા) વિસર્જન કુંડમાં 85 મૂર્તિઓનું વિસર્જન થયું છે. મનપા તંત્ર દ્વારા સુવ્યવસ્થિત રીતે વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરાઈ રહી છે, જેમાં કુલ 447 મૂર્તિઓનું અત્યાર સુધીમાં વિસર્જન થયું છે.