પર્યુષણ પર્વ નિમિત્તે 280 વિદ્યાર્થી 8 દિવસ સાધુ જીવન જીવશે
પર્યુષણ પર્વ નિમિત્તે 280 વિદ્યાર્થી 8 દિવસ સાધુ જીવન જીવશે
Published on: 10th September, 2026

પર્યુષણ પર્વ નિમિત્તે અમદાવાદના તપોવન સંસ્કારધામના 280 વિદ્યાર્થીઓ 8 દિવસ સુધી સાધુ જેવી સંયમી જીવનશૈલી અપનાવશે. આ દરમિયાન, વિદ્યાર્થીઓ સ્નાન નહીં કરે, પગરખાં અને મોબાઇલનો સંપૂર્ણ ત્યાગ કરશે, તેમજ જમીન પર સૂશે. ભૌતિક સુવિધાઓ અને મોહમાયાથી દૂર રહી તેઓ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ જેમ કે પ્રતિક્રમણ, સામાયિક, ધાર્મિક અભ્યાસ, કલ્પસૂત્રનું શ્રવણ અને પ્રભુ ભક્તિમાં લીન રહેશે. 20 વિદ્યાર્થીઓ અઠ્ઠાઈ તપનો સંકલ્પ લઈને 8 દિવસ સુધી ભોજનનો પણ ત્યાગ કરશે, જે આ સમયગાળા દરમિયાનનો એક કઠિન પડકાર છે.