ધરતીકંપ બાદ શરૂ થયેલી ગણેશોત્સવ પરંપરા
ધરતીકંપ બાદ શરૂ થયેલી ગણેશોત્સવ પરંપરા
Published on: 18th September, 2026

ભુજના ફ્રેન્ડઝ ગ્રુપ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી યોજાતો ગણેશ મહોત્સવ આજે સમગ્ર કચ્છમાં આસ્થા અને એકતાનું પ્રતીક બની ગયો છે. ૨૦૦૧ના ધરતીકંપ બાદ શરૂ થયેલી આ ભક્તિયાત્રા આજે હજારો શ્રદ્ધાળુઓને ધર્મ સાથે જોડી રહી છે. શરૂઆતમાં માત્ર ચાર-પાંચ મિત્રોથી શરૂ થયેલું આ ગ્રુપ આજે ૧૨૫ થી વધુ સભ્યો ધરાવે છે. આ મહોત્સવમાં નાનામાં નાના માણસથી લઈને દિવ્યાંગ વ્યક્તિને પણ સમાન અધિકાર આપવામાં આવે છે. આ વર્ષે યુવા પેઢીને જોડવા 'ભજન જેમિંગ' નો અનોખો પ્રયોગ કરાયો છે.