જૂનાગઢ વોર્ડ 3માં 12 વર્ષ બાદ મતદાન
જૂનાગઢ વોર્ડ 3માં 12 વર્ષ બાદ મતદાન
Published on: 28th July, 2026

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં ભાજપના નગરસેવક અબ્બાસ ઈબ્રાહીમ કુરેશી ગુજસીટોક કેસમાં જેલમાં હોવાથી બેઠક ખાલી પડી હતી. આવતીકાલે, 28મી એપ્રિલે, 12 વર્ષ બાદ અહીં પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ભાજપે અબ્બાસના ભાઈ અક્રમને, કોંગ્રેસે અશરફ થઈમને અને આમ આદમી પાર્ટીએ મહેમુદ પંજાને ટિકિટ આપતા ત્રિપાંખિયો જંગ જામ્યો છે. મતદાન સમયે અબ્બાસને પાંચ દિવસના જામીન મળ્યા છે. આ વોર્ડમાં મોટાભાગે મુસ્લિમ મતદારો છે.