જામનગર જિલ્લા પંચાયતમાં કારોબારી સહિત 6 સમિતિના ચેરમેન નક્કી
જામનગર જિલ્લા પંચાયતમાં કારોબારી સહિત 6 સમિતિના ચેરમેન નક્કી
Published on: 28th July, 2026

જામનગર જિલ્લા પંચાયતની ત્રીજી સામાન્ય સભામાં કારોબારી સમિતિ સહિત છ સમિતિઓના ચેરમેનની નિમણૂક કરવામાં આવી. શિક્ષણ સમિતિના રચના અંગેના ઠરાવમાં પણ સુધારા સૂચવાયા. જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિ દ્વારા મંજૂર થયેલા કાર્યો માટેની સમયમર્યાદા 180 દિવસથી વધારીને 360 દિવસ કરવાનો નિર્ણય લેવાયો. કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુનિલભાઇ રાઠોડ અને અન્ય સમિતિઓના ચેરમેનોની વરણી કરાઇ. આગામી સભાઓ પૂર્વે સભ્યોને પુરતો સમય આપવાની ખાતરી અપાઇ.