વડોદરાના મહિલા કાઉન્સિલરને અપક્ષ ઉમેદવારને સમર્થન મામલે પ્રદેશ કોંગ્રેસની નોટિસ
વડોદરાના મહિલા કાઉન્સિલરને અપક્ષ ઉમેદવારને સમર્થન મામલે પ્રદેશ કોંગ્રેસની નોટિસ
Published on: 19th September, 2026

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર-1ના કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સામે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી પ્રવૃત્તિના આક્ષેપોને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ફરી ખુલાસો માંગવામાં આવ્યો છે. આરોપ છે કે ૨૦૨૬ની મ્યુનિસિપલ ચૂંટણીમાં વોર્ડ નંબર-1માં કોંગ્રેસની પેનલ સામે અપક્ષ ઉમેદવાર હરીશ પટેલને પુષ્પાબેન વાઘેલાએ જાહેરમાં સમર્થન આપ્યું હતું. આ કારણે કોંગ્રેસના ત્રણ ઉમેદવારો ઓછા મતોથી હારી ગયા હતા. આ મામલે પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું કે તેઓ આ વિષયથી અજાણ છે અને પરિવાર સાથે બેસીને ઉકેલ લાવશે.