પાકિસ્તાન બાદ બાંગ્લાદેશનો વારો, જળ સંધિ અટકાવી અક્કલ ઠેકાણે લાવવા ભારતની તૈયારી!
પાકિસ્તાન બાદ બાંગ્લાદેશનો વારો, જળ સંધિ અટકાવી અક્કલ ઠેકાણે લાવવા ભારતની તૈયારી!
Published on: 20th September, 2026

પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજૂતી સ્થગિત કર્યા બાદ, ભારત હવે બાંગ્લાદેશ સાથેની ફ્રક્કા જળ સંધિ પર પુનર્વિચાર કરી રહ્યું છે. ડિસેમ્બર 2026માં આ સંધિની મુદત પૂરી થઈ રહી છે, અને બિહારમાં આ સંધિ સામે ભારે વિરોધ છે. બિહારના નેતાઓ માને છે કે ફ્રક્કા બેરેજની રચનાને કારણે પૂરે અને જળસંકટની સમસ્યા સર્જાય છે. ભારતીય રાજ્યોની પાણીની જરૂરિયાતો અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને, ભારત આ સંધિના નવીકરણ અંગે ગંભીર મંથન કરી રહ્યું છે, જેથી જળ અધિકારોનું રક્ષણ થઈ શકે.