ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સોનમ વાંગચુકની પ્રતિક્રિયા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સોનમ વાંગચુકની પ્રતિક્રિયા
Published on: 25th July, 2026

દેશભરમાં NEET-UG પરીક્ષા વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની પ્રતિક્રિયા આવી છે. તેમણે આ નિર્ણયને ભારતીય લોકશાહી અને જનતાના અવાજની જીત ગણાવ્યો છે. વાંગચુકે કહ્યું કે, આ શેરીઓમાંથી ઊભી થયેલી પ્રત્યક્ષ લોકશાહીની તાકાત દર્શાવે છે. દેશના યુવાનો અને નાગરિકોના અવિરત સંઘર્ષ, અહિંસક વિરોધ અને ધીરજનું આ પરિણામ છે. તેમણે Gen Z અને કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરોની પ્રશંસા કરી, જેઓ ડર્યા વગર શિક્ષણ પ્રણાલીમાં સુધારા માટે અવાજ ઉઠાવતા રહ્યા. આ માત્ર જવાબદેહી નક્કી કરવાનો પ્રથમ તબક્કો છે, ખરી સફળતા પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા લાવવાથી મળશે.