હિમાચલમાં તબીબી હેતુ માટે ગાંજાની ખેતીને કાયદેસર
હિમાચલમાં તબીબી હેતુ માટે ગાંજાની ખેતીને કાયદેસર
Published on: 25th July, 2026

ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ બાદ, હિમાચલ પ્રદેશ ઔષધીય અને વૈજ્ઞાનિક હેતુઓ માટે ગાંજા (કેનાબિસ)ની ખેતીને કાયદેસર કરનારું દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. હિમાચલ સરકારે 'હિમાચલ પ્રદેશ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (સુધારા) નિયમો, 2026' બહાર પાડ્યા છે, જે કાયદાકીય માળખું સ્થાપિત કરે છે. ખેતી માટે કડક નિયમો, પ્રમાણિત બિયારણ અને ગ્રીનહાઉસ અનિવાર્ય છે, અને માત્ર મંજૂર ઉપયોગો માટે જ મંજૂરી મળશે. મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે 100 કરોડનું રોકાણ અને 3% રાજ્ય સેસ જરૂરી છે. રાજ્યને વાર્ષિક 500 કરોડની આવકની અપેક્ષા છે.