સાગબારા જંગલ જમીન વિવાદ ગાંધીનગર પહોંચ્યો!
સાગબારા જંગલ જમીન વિવાદ ગાંધીનગર પહોંચ્યો!
Published on: 11th August, 2026

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના 12 ગામના આદિવાસી ખેડૂતોની જમીનનો વર્ષો જૂનો સવાલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ખુદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી ખેડૂતોના જમીનના હક્કો અંગે રજૂઆત કરી હતી. રાજ્ય વન વિભાગ સાથે પરામર્શ કરીને હકારાત્મક ઉકેલ લવાશે તેવી ખાતરી આપવામાં આવી છે. આદિવાસી પરિવારો લાંબા સમયથી આ મુદ્દે કાયમી અને કાયદાકીય ઉકેલની માંગ કરી રહ્યા છે. આ વિવાદના કાયમી ઉકેલ માટે હવે આગામી સમયમાં વનમંત્રી અર્જુન મોઢવાડિયા સાથે બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરાશે.