PM મોદી પર રાહુલ ગાંધીનો પ્રહાર: "ઇન્ટરનેટ, મેટ્રો બંધ, પણ પેપરલીક રોકી શક્યા નહીં"
PM મોદી પર રાહુલ ગાંધીનો પ્રહાર: "ઇન્ટરનેટ, મેટ્રો બંધ, પણ પેપરલીક રોકી શક્યા નહીં"
Published on: 25th July, 2026

NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓનું આંદોલન ચરમસીમા પર છે. આંદોલનને કાબૂમાં લેવા દિલ્હીમાં 18 મેટ્રો સ્ટેશનો સહિત અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ અંગે રાહુલ ગાંધીએ PM મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે સરકાર ઇન્ટરનેટ, મેટ્રો, રસ્તા, દુકાનો બંધ કરાવી શકે છે, પરંતુ પેપર લીક રોકવામાં નિષ્ફળ રહી છે. આ પહેલા પણ તેમણે યુવાનો પર થયેલા અત્યાચારની ટીકા કરી હતી.