પોરબંદરના વીજ પ્રશ્નો અંગે અર્જુનભાઈ મોઢવાડિયાની અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક
પોરબંદરના વીજ પ્રશ્નો અંગે અર્જુનભાઈ મોઢવાડિયાની અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક
Published on: 13th September, 2026

પોરબંદરના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ PGVCLના અધિકારીઓ સાથે વીજ પ્રશ્નો અંગે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી. મંત્રીએ અધિકારીઓને વધુ ફ્લ્ડિ વિઝિટ કરી વીજ વ્યવસ્થાની સ્થળ પર સમીક્ષા કરવા અને સ્થાનિક સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ કરવા તાકીદ કરી. સર્વિસ વાયર, ફ્ડિરની ચકાસણી, વીજ ફોલ્ટનું નિરાકરણ, અને અંડરગ્રાઉન્ડ સ્કીમ હેઠળ કામગીરી માટે મનપા સાથે સંકલન પર ભાર મૂકાયો. નિર્દોષ ગ્રાહકોને દંડ ન થાય તેની કાળજી રાખી વીજચોરી સામે કડક કાર્યવાહી કરવા પણ સૂચના અપાઈ.