અશ્વિની વૈષ્ણવ: "કોંગ્રેસ સરકારમાં ફ્રેઇટ કોરિડોરનું એક કિલોમીટર પણ કામ થયું નહોતું"
અશ્વિની વૈષ્ણવ: "કોંગ્રેસ સરકારમાં ફ્રેઇટ કોરિડોરનું એક કિલોમીટર પણ કામ થયું નહોતું"
Published on: 08th September, 2026

વડોદરા ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, તેમના શાસનકાળમાં ફ્રેઇટ કોરિડોરનું એક કિલોમીટરનું પણ કામ થયું નહોતું. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અનેક રેલવે પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે. આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓ રાષ્ટ્રને સમર્પિત થઈ રહી છે. તેમણે વંદે ભારત ટ્રેન અને ભવિષ્યમાં બુલેટ ટ્રેનથી મુસાફરોને મળનાર સુવિધા વિશે પણ જણાવ્યું.