નીતિશ કુમારના પુત્ર નિશાંત JDUમાં જોડાયા, બિહારના DyCM બનશે, પાર્ટી MLC પણ બનાવશે
નીતિશ કુમારના પુત્ર નિશાંત JDUમાં જોડાયા, બિહારના DyCM બનશે, પાર્ટી MLC પણ બનાવશે
Published on: 08th March, 2026

બિહારના CM નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર રવિવારે(8 માર્ચ) પાર્ટી કાર્યાલય ખાતે JDUમાં જોડાયા. પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. JDU એ નિશાંતના પ્રવેશ માટે એક નવું સૂત્ર રજૂ કર્યું: "યુવા સોચ.. મજબૂત સંકલ્પ". તેમનું સ્વાગત કરવા માટે રાજ્ય JDU કાર્યાલયમાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો એકઠા થયા હતા. JDU ના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય ઝા અને કેન્દ્રીય મંત્રી લલન સિંહ પણ કાર્યાલયમાં હાજર હતા. મંત્રી વિજય કુમાર ચૌધરી પણ હાજર હતા. જોકે, નિશાંત કુમારના પિતા નીતિશ કુમાર હાજર નહોતા. JDUમાં જોડાયા બાદ નિશાંત કુમાર મુખ્યમંત્રી આવાસ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પિતા નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી.