ભાગવતની ટકોર: "નવી પેઢી પ્રશ્નો પૂછશે, હુકમ નહીં… સંવાદ કરો"
ભાગવતની ટકોર: "નવી પેઢી પ્રશ્નો પૂછશે, હુકમ નહીં… સંવાદ કરો"
Published on: 25th July, 2026

દેશમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનો અને પેપર લીક કૌભાંડ વચ્ચે RSS પ્રમુખ મોહન ભાગવતે નવી પેઢી સાથે સંવાદ કરવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે આજની યુવા પેઢીને આદેશો નહીં, પણ સમજણ અને સ્નેહની જરૂર છે. માતા-પિતા અને વડીલોએ તેમની સાથે સતત જોડાયેલા રહી, તેમના પ્રશ્નોના તર્ક અને કારણ સમજાવવા જોઈએ. પરિવારમાં સંવાદ ઘટવા અંગે ચિંતા વ્યક્ત કરતાં, તેમણે સ્પષ્ટ કર્યું કે યુવાનોનો વિશ્વાસ જીતવા માટે તેમને આદેશ આપવાને બદલે તેમની સાથે વાર્તાલાપ કરવો અને પોતાનાપણાની લાગણી આપવી જરૂરી છે.