મરાઠા અનામત: જરાંગેની ભૂખ હડતાળ મોકૂફ, પણ આંદોલન ચાલુ રહેશે
મરાઠા અનામત: જરાંગેની ભૂખ હડતાળ મોકૂફ, પણ આંદોલન ચાલુ રહેશે
Published on: 18th September, 2026

મરાઠા અનામતની માગણી સાથે 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે પાટીલે સરકાર સાથેની ચર્ચા બાદ ભૂખ હડતાળ ગુરુવારે મુલતવી રાખી છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે મરાઠા અનામત માટેનું આંદોલન ચાલુ રહેશે. તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સરકારી પ્રતિનિધિમંડળ સાથેની ચર્ચા બાદ, જરાંગેએ સાતારા અને કોલ્હાપુર ગેઝેટના અમલ સહિતની માગણીઓ પર કાર્યવાહી માટે સરકારને 90 દિવસનો સમય આપ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જરાંગેની 13 માગણીમાંથી 12 સ્વીકારાઈ હોવાનું જણાવી સંતોષ વ્યક્ત કર્યો.