નિયમ ન માને તો એરલાઇન્સની ઉડાન રોકો!
નિયમ ન માને તો એરલાઇન્સની ઉડાન રોકો!
Published on: 17th August, 2026

તહેવારો અને રજાઓમાં હવાઈ ટિકિટના આડેધડ ભાવ વધારા પર સુપ્રીમ કોર્ટે એરલાઇન્સને કડક ચેતવણી આપી છે. જો નિયમોનું પાલન નહીં થાય તો ઉડાનો રોકવાની સૂચના આપી છે. એડિશનલ સોલિસિટર જનરલે જણાવ્યું કે, હવાઈ ભાડા સંબંધિત નિયમો અંતિમ તબક્કામાં છે અને પૂર્ણ થવામાં 3 અઠવાડિયા લાગશે. અરજીકર્તાએ ખાનગી એરલાઇન્સ દ્વારા અન્યાયી ભાડા અને ચાર્જિસ અંગે નિયામક સંસ્થા બનાવવાની માંગ કરી હતી. અગાઉ પણ કોર્ટે એરલાઇન્સની મનમાનીને મુસાફરોનું શોષણ ગણાવ્યું હતું. આગામી સુનાવણી 7 સપ્ટેમ્બર 2026ના રોજ થશે.