તૃણમૂલ કોંગ્રેસમાં યાદવાસ્થળી વધુ એક પ્રાદેશિક પક્ષના બે ફાડચા
તૃણમૂલ કોંગ્રેસમાં યાદવાસ્થળી વધુ એક પ્રાદેશિક પક્ષના બે ફાડચા
Published on: 04th June, 2026

80 માંથી 60 જેટલા વિધાનસભ્યો અલગ ચોકા માટે તૈયાર, પક્ષ તૂટી રહ્યો છે તે સમજવામાં મમતા થાપ ખાઇ ગયા હતા, મમતાને પક્ષમાં બળવાની ગંધ નહોતી આવી. પહેલાના જમાનામાં રાજા યુધ્ધમાં હારી જાય પછી જીતનારને સરંડર થઇ જતા હતા. તેની સંપત્તિ જીતનાર પાસે જતી રહી હતી. લોકશાહીમાં રાજ્યો પર શાસન કરતા રાજા સમાન મુખ્યપ્રધાનો હારી જાય છે ત્યારે જીતેલાને શરણે જવાના બદલે તેમને પડકારવાની ભૂલ કર્યા કરે છે.