કેનેડા PR: એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં મોટા ફેરફાર!
કેનેડા PR: એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં મોટા ફેરફાર!
Published on: 04th June, 2026

કેનેડામાં Permanent Residence (PR) નું સપનું જોનારા ભારતીયો માટે ખુશખબર છે. આગામી 12-18 મહિનામાં કેનેડા સરકાર 'Express Entry System' માં મોટા સુધારા કરવાની યોજના ધરાવે છે. ઇમિગ્રેશન નિષ્ણાતો માને છે કે આ ફેરફારો સ્પર્ધા વધારી શકે છે, તેથી ઉમેદવારોએ પોતાની પ્રોફાઇલ મજબૂત કરવી અત્યંત જરૂરી છે. મુખ્યત્વે IELTS/CELPIP માં સારો સ્કોર, સ્કિલ્ડ વર્ક એક્સપિરિયન્સની પુષ્ટિ અને પ્રોફેશનલ સર્ટિફિકેટ મેળવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.