પદ્મભૂષણ બંધારણ નિષ્ણાત ડૉ. સુભાષ કશ્યપનું 97 વર્ષની વયે નિધન
પદ્મભૂષણ બંધારણ નિષ્ણાત ડૉ. સુભાષ કશ્યપનું 97 વર્ષની વયે નિધન
Published on: 04th June, 2026

ભારતીય બંધારણ, સંસદીય પરંપરાઓ અને લોકશાહી સંસ્થાઓના પ્રખ્યાત વિદ્વાન, પદ્મભૂષણ ડૉ. સુભાષ સી. કશ્યપનું 97 વર્ષની વયે કાર્ડિયો-પલ્મોનરી અરેસ્ટ (હૃદયરોગના હુમલા)ના કારણે અવસાન થયું છે. તેઓ લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ (સેક્રેટરી જનરલ) રહ્યા હતા અને ચાર દાયકા સુધી સંસદ સાથે જોડાયેલા રહ્યા. ડૉ. કશ્યપે 100થી વધુ પુસ્તકો અને 500થી વધુ રિસર્ચ પેપર્સ લખ્યા હતા. 'વન નેશન, વન ઇલેક્શન' સમિતિના પણ સભ્ય હતા. તેમના નિધનથી રાજકીય અને શૈક્ષણિક જગતમાં શોક છવાયો છે.