પૂર્વ ગૃહ મંત્રાલય અધિકારીનો ખુલાસો: શોએબ અખ્તર અને આસિફ ડ્રગ્સ સાથે આવતા હતા
પૂર્વ ગૃહ મંત્રાલય અધિકારીનો ખુલાસો: શોએબ અખ્તર અને આસિફ ડ્રગ્સ સાથે આવતા હતા
Published on: 14th July, 2026

ભારત સરકારના ગૃહ મંત્રાલયના પૂર્વ અંડર સેક્રેટરી આરવીએસ મણિએ પાકિસ્તાની ક્રિકેટ ડેલિગેશનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ જેવા ખેલાડીઓ તથા અન્ય પાકિસ્તાની ડેલિગેશન ભારતમાં પ્રવેશ કરતી વખતે ડ્રગ્સનો જથ્થો લાવતા હતા. આ ડ્રગ્સ ટ્રાફિકિંગમાં ISIનો પણ હાથ હોવાનું તેમણે જણાવ્યું. આતંકવાદના ફંડિંગનો 30% હિસ્સો ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી આવતો હોવાનું પણ તેમણે કહ્યું. તેમણે કહ્યું કે આ અંગત વપરાશ માટે નહોતું, પરંતુ ડ્રગ્સ ટ્રાફિકિંગ એક સરકારી નીતિ હતી.