'3 ઈડિયટ્સ'નો 'ચતુર' મેદાને, 'ફુન્સુખ વાંગડુ'ને બચાવવા ભાવુક અપીલ
'3 ઈડિયટ્સ'નો 'ચતુર' મેદાને, 'ફુન્સુખ વાંગડુ'ને બચાવવા ભાવુક અપીલ
Published on: 14th July, 2026

બોલિવૂડ ફિલ્મ '3 ઈડિયટ્સ'ના 'ચતુર રામલિંગમ' એટલે એક્ટર ઓમી વૈદ્યએ લદાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનું સમર્થન કર્યું છે. સોનમ વાંગચુક લદાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને પર્યાવરણ રક્ષણ માટે ભૂખ હડતાળ પર છે. તેમના બગડતા સ્વાસ્થ્ય વચ્ચે ઓમી વૈદ્યએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, "આપણે વાસ્તવિક જીવનના ફુન્સુખ વાંગડુને આ રીતે મરવા ન દઈ શકીએ." તેમણે લદાખના ભવિષ્ય અને ગ્લેશિયર્સને બચાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ઓમીની આ અપીલની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.