ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યમંત્રી, આજે શપથગ્રહણ
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યમંત્રી, આજે શપથગ્રહણ
Published on: 03rd June, 2026

કર્ણાટકમાં રાજકીય પરિવર્તન સાથે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બેંગલુરુમાં ભવ્ય સમારોહમાં તેમની સાથે લગભગ 10 મંત્રીઓ પણ શપથગ્રહણ કરી શકે છે. રાજ્યના રાજકીય અને સામાજિક સંતુલન જાળવવા માટે બે થી ત્રણ નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક થવાની શક્યતા છે, જેમાં જી પરમેશ્વરનું નામ સૌથી આગળ છે. દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સાથેની લાંબી બેઠકો બાદ મંત્રીમંડળના ચહેરાઓને અંતિમ સ્વરૂપ અપાયું છે.